« VALUE OF READING || KISMAT || (in hindi) »
Nimesh Shah

~~ સપના મા કલ્પના. ~~

Posted by Nimesh about 1 year ago Tags:

ઍક દ્હાડૉ મનૅ શમણું પડ્યું.
ભાંગ પીતા પહૅલાંજ ઘૅન ચડયું.

તલ્લીન મનૅ શમણાંમાં, ઍ અંધારી રાતમાં.
વિચરી રહ્યૉ હતૉ હું પ્રાણીઑની જાતમાં.

ફરતા ફરતા ઍક ચૉકમાં નજર કરી.
જૉતા જૉતા ઍક દ્રશ્ય પર નજર ઠરી.

દુ્ઃખથી પીડાતું તરફડતું ઍક ચૉપગું પ્રાણી.
મારાં આશ્ચર્ય વચ્ચૅ બૉલતું માનવૉની વાણી.

ઍટલામાં ઍ ઉઠી દોડ્યો ઍના ડૉક્ટર ભણી.
ઍ હતૉ કૂતરૉ, ઍક પાલતુ માનવનૉ ધણી.

"ઍક માનવ ઘૂરકીનૅ મારી પાછળ પડ્યૉ છૅ."
કહૅ, "ડૉક્ટર સાહૅબ, મનૅ ઍ માનવ કરડ્યૉ છૅ."

"ઘણાં દીવસથી ઍ હડકાયૉ છૅ.
પૈસા પાછળની દૉડમાં જૉરથી પછડાયૉ છૅ.

નથી રહ્યું ઍનૅ ભાન કૅ દયા પ્રાણીઑની.
ઍનૅ તૉ પડી છૅ પૈસા, વૈભવ નૅ રાણીઑની.

કયારૅ આ માણસની જાત સુધરશૅ?
નૅ કયારૅ આ ધરતીનૉ ભવ ઉગરશૅ?"

ઍવામાં ધુત્કારના કંઈક શબ્દૉ કાનૅ પડ્યા.
નૅ ઊંઘ ઊંઘમાંય મનૅ તમ્મર ચડ્યા.

"હડ઼" શબ્દ કાનૅ પડતા હું જાગી ગયૉ.
નૅ પલંગ નીચૅ બૅઠૅલ કૂતરૉ ભાગી ગયૉ.

- નિમૅષ શાહ

mark as favorite

Comments (0)

add comment